Bhavan's Logo

My Account | Online Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)


Category

Library Blog

Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.


Articles: ધીરુબેન પટેલ - અવતરણો

.


  • રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી
    મહેફિલમાં બહારના અંધકારમાંથી
    ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી
    બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત....
    - આગન્તુક
  • “આ કથા માત્ર વાંચવાની નથી, આપણા મનોજગતની દીવાદાંડી બનાવીને એનો પ્રકાશ ઝીલવાનો છે. આકરો લાગે તો પણ, આંખો અંજાઈ જાય તો પણ.”
    - કાંદબરીની મા
  • When I cook
    There is a prayer in my heart
    I talk with my God all the time
    And consult Him once in a while
    That is why
    Every meal is a success
    And my home
    A happy place!
    - Kitchen Poems
  • સફળતા અને નિષ્ફળતા
    કર્તુત્વના સિક્કાની બે બાજુ.

    શરણાગતિના શીતળ જળમાં
    સિક્કો પધરાવ્યા વિના
    શાંતિ ક્યાંથી લાધશો?
    - છોળ અને છાલક
  • સુખ છે દિવસનો તીક્ષ્ણ પ્રકાશ
    દુઃખ છે રાત્રિનો ગાઢ અંધકાર
    ક્યાંથી સહેવાત એ બન્ને
    વચ્ચે જો આવી ન પડી હોત
    સંધ્યાની રંગીન ચાદર ફરફરતી
    કૌતુક્મયી સ્મિતભરી
    ઝંકૃત પક્ષીગાનથી?
    - પેઈંગ ગેસ્ટ