"તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે."
હિંદ સ્વરાજ [પ્રકરણ ૧]
"રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગી આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' – સુતક – આપણે પહેલાં પાળતા."
હિંદ સ્વરાજ [પ્રકરણ ૯]
"હું વાચકને એક ચેતવણી આપવા ઈચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી."
યંગ ઇન્ડિયા [જાન્યુઆરી, ૧૯૨૧]
હિંદ સ્વરાજ ...
દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે.
હિંદ સ્વરાજ ...
હિંસાને સ્થાને આપભોગને મુકે છે.
હિંદ સ્વરાજ ...
પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે.
હિંદ સ્વરાજ ...
બધા ધર્મો પ્રતિ સમાન આદર.
હિંદ સ્વરાજ ...
દરેકે દરેક જાણ આઝાદ થશે ત્યારે ભારત આઝાદ થશે.
હિંદ સ્વરાજ ...
આપણે આપણી ઉપર રાજ ભોગવીએ એ જ સ્વરાજ.
હિંદ સ્વરાજ ...
આપણને સાચું લાગે છે તે માટે કરો.
હિંદ સ્વરાજ ...
જે આપણે કરવા માગીએ છીએ તેમ કરવું એ આપણું કર્તવ્ય છે.
હિંદ સ્વરાજ ...
સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.
હિંદ સ્વરાજ ...
Real home-rule is self-rule or self-control.