Bhavan's Logo

Library Home | Online Library Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)

હિંદ સ્વરાજ ક્વિઝ
ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે


“હિંદ સ્વરાજ” ક્વિઝમાં ભાગ લેવા માટેના નિયમો


રજીસ્ટ્રેશન

  • ક્વિઝમાં ભાગ લેવાનું વિના મૂલ્ય છે.
  • ક્વિઝમાં ભાગ લેવા માટે 'રજીસ્ટર' કરવું ફરજીયાત છે.
  • ફક્ત 'રજીસ્ટર' થયેલા સભ્યો જ ક્વિઝમાં ભાગ લઇ શકશે.
  • 'રજીસ્ટર' કરતી વખતે પુરું સરનામું આપવું જરૂરી છે.
  • 'રજીસ્ટર' કરતી વખતે સાચું અને સક્રિય 'ઈમેલ આઈડી' આપવું જરૂરી છે.
  • એક વ્યક્તિ એક જ 'ઈમેલ આઈડી'નો ઉપયોગ કરી શકશે.
  • 'રજીસ્ટર' કર્યા પછી 'ઈમેલ આઈડી' બદલી શકાશે નહીં.
  • 'ઈમેલ આઈડી' દ્વારા જ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.
  • 'લોગ ઇન' કરવા માટે 'ઈમેલ આઈડી'નો જ 'યુઝર નેમ' તરીકે ઉપયોગ થઈ શકશે.
  • 'રજીસ્ટર' કરતી વખતે 'પાસવર્ડ' આપવો જરૂરી છે.
  • 'પાસવર્ડ'માં 'alphabets' અને 'numbers' આપી શકાશે.
  • ભુલાઈ ગયેલો 'પાસવર્ડ' ફરી પ્રાપ્ત કરવા 'રજીસ્ટર' થયેલા 'ઈમેલ આઈડી'નો ઉપયોગ કરી શકાશે.
  • 'ઈમેલ આઈડી' વેબસાઈટ પર ક્યાંય પણ દેખાડવામાં આવશે નહીં.
  • ઈમેલ વેરીફીકેશન:
    • 'ઈમેલ વેરીફીકેશન' થયા પછી જ 'રજીસ્ટ્રેશન' પૂર્ણ થયેલું ગણાશે.
    • 'રજીસ્ટ્રેશન' કર્યા પછી 'ઈમેલ આઈડી' પર એક 'વેરીફીકેશન ઈમેલ' મોકલવામાં આવશે.
    • જો આ 'ઈમેલ' 'ઇન્બોક્ષ'માં ન મળે તો 'સ્પામ', 'જંક', વગેરે ફોલ્ડર તપાસવા.
    • 'ઈમેલ'માં એક 'વેરીફીકેશન લિંક' હશે. 'વેરીફીકેશન' પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તે 'લિંક' ઉપર 'ક્લિક' કરવું.
    • 'વેરીફીકેશન' પૂર્ણ થયા સિવાય ક્વિઝમાં ભાગ લઈ શકાશે નહીં.
    • 'વેરીફીકેશન ઈમેલ' ફરીથી મેળવવા 'રીસેન્ડ' બટનનો ઉપયોગ કરી શકાશે.