Bhavan's Logo

My Account | Online Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)


Category

Library Blog

Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.


Featured Books:
ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (૧૯૩૮)
Dr. Urmi Ghanshyam Desai (1938)

.


ઊર્મિ ઘનશ્યામ દેસાઈ એટલે ગુજરાતી ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પાયાનું કામ કરનાર ભાષાવૈજ્ઞાનિકોમાં અગ્રસ્થાન ધરાવતા ભાષાશાસ્ત્રી. ભાષાવિજ્ઞાન ક્ષેત્રે તેમનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાતી ભાષા લખતાં શીખવતા પુસ્તકથી લઈને વ્યાકરણનો તલસ્પર્શી અભ્યાસ કરતાં ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની દાયકાઓની લેખન, અભ્યાસ અને સંશોધનયાત્રા દર્શાવતા પુસ્તકોની સૂચી નીચે આપવામાં આવી છે.
મહારાષ્ટ રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૨૪માં તેમને “જીવન ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત, ૨૦૧૪માં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક “ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ” માટે તેમને ૨૦૧૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદે એમને ૨૦૧૫માં શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિકથી નવાજ્યાં હતાં.

૧. ભાષાશાસ્ત્ર શું છે? / Bhashashastra shu che?
મુંબઈ, પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ, ૧૯૭૬
બોલાતી ભાષાનું મહત્ત્વ, ભાષાશાસ્ત્રીનું કાર્ય, ભાષાનાં વિવિધ ઘટકો, ભાષાશાસ્ત્રની વિવિધ શાખાઓ વગરે વિષે જાણકારી આપતી પુસ્તિકા.

૨. ચાલો ગુજરાતી લખતાં શીખીએ / Chalo Gujarati Lakhtaan Shikhie
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૧૯૮૮, ૧૯૯૯
ગુજરાતી લખતાં-વાંચતાં શીખવા માટેનું સરળ પુસ્તક. અત્યંત સરળતાથી રમત રમતમાં બાળક ગુજરાતી લખતાં શીખી શકે તેવું પુસ્તક.

૩. વ્યાકરણવિમર્શ/ Vyakaranvimarsh
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૯૨, ૨૦૧૨, ૨૦૧૬
પ.૫/દેસાઈ/76261, પ.પ/દેસાઈ/82407
ભાષાશાસ્ત્ર વિષયના થોડાક નવા વિચારોને આધારે ગુજરાતી ભાષાના સંરચનાત્મક સ્વરૂપને તાગવાનો, નાણી જોવાનો પ્રયત્ન કરતું પુસ્તક.

૪. ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો/Gujarati Bhashana Angasadhak Pratyayo
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૭૨, ૧૯૯૪
પ.૫/દેસાઈ/65406
ગુજરાતીભાષાના બધા અંગસાધક પ્રત્યયોને એકઠા કરીને એનું સમ્યક નિરૂપણ કરતું પુસ્તક.

૫. ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિ કોશ / Gujarati Bhashano Laghu Vyutpatti Kosh / સંપાદક - હરિવલ્લભ ભાયાણી, સહાયક – ઊર્મિ દેસાઈ
ગાંધીનગર, ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૯૪
ઊર્મિબહેનનાં પીએચડીના માર્ગદર્શક પ્રજ્ઞાવાન ભાષાશાસ્ત્રી અને વિવેચક ડૉ. હરિવલ્લભ ભાયાણીના સહાયક તરીકે તૈયાર કરેલો લઘુ વ્યુત્પત્તિ કોશ.

૬. પ્રાકૃત-ભાષા / ડૉ. પ્રબોધ પંડિત. અનુવાદ: ઊર્મિ દેસાઈ/Prakrut-Bhasha / Dr. Prabodh Pandit. Translated by Urmi Desai
અમદાવાદ, પાર્શ્વ પ્રકાશન, ૧૯૯૬
લ.૪/પંડિત/દેસાઈ/65407
પ્રખર ભાષાવિજ્ઞાની ડૉ પ્રબોધ પંડિતના મૂળ હિન્દીમાં અપાયેલાં વ્યાખ્યાનોના પુસ્તકનો ઊર્મિબહેન દ્વારા કરાયેલો ગુજરાતી અનુવાદ.

૭. ભાષાશાસ્ત્રની કેડીએ / Bhashashastrani Kedie
અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૯૯
પ.૯/દેસાઈ/65405
ભાષા વિશેના અનેક સિદ્ધાંતો અને વિચારણાઓ ઉપર લખાયેલા લેખો અહીં પુસ્તક રૂપે રજૂ કરવામાં આવ્યા છે. આમાં ભાષાની તાત્વિક વિચારણા, ભાષાશાસ્ત્રના સિદ્ધાંતો, શબ્દકોશવિજ્ઞાન, અનુપ્રયુક્ત ભાષાશાસ્ત્રને ઉપલક્ષીને લખાયેલા લેખો છે. (ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અને ઘનશ્યામદાસ સરાફ સંસ્થા તરફથી પ્રથમ ઈનામ)

૮. લેટ અસ લર્ન ટુ રાઈટ ગુજરાતી / Let us learn to write Gujarati (A simple book to learn read and write Gujarati)
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૧૯૯૯
પ.૨/દેસાઈ/73557
બાળકને શાસ્ત્રીય અને સરળ રીતે ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં શીખવવા માટેનું ખૂબ ઉપયોગી પુસ્તક. બાળકના અક્ષર સુંદર અને સુઘડ બને અને તે રમત રમતમાં લખતાં શીખે તેવી પદ્ધતિ દર્શાવતું પુસ્તક.

૯. સ્મૃતિસંચિત શબ્દભંડોળ Recall Vocabulary / Smrutisanchit Shabdabhandol
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૦૧
ઈ/દેસાઈ/૬૫૪૦૪
આ શબ્દભંડોળ રોજબરોજના જીવનમાં વપરાતા શબ્દોનો સંચય છે. આમાં સ્મૃતિમાં સંઘરાયેલા શબ્દોને જ યાદ કરીને નોંધવામાં આવ્યા છે. આ કંઈ પણ લિખિત સામગ્રીનો ઉપયોગ કર્યા વિના અને માત્ર એક મહિનાના ગાળામાં કરવાનો પ્રોજેક્ટ હતો. આ શબ્દભંડોળ ગુજરાતી સમાજની, સંસ્કૃતિની અસ્મિતા દર્શાવવામાં મદદરૂપ થઇ શકે એમ છે.

૧૦. ભાષાનુષંગ / Bhashanushang
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૦૩
પ.૪/દેસાઈ/70544
“ભાષાનુષંગ” પુસ્તક એ વિવિધ પ્રકારના લેખોનો સંગ્રહ છે. પુસ્તકનાં અવલોકનો, વ્યાખ્યાનો, વાર્તાલાપ વગેરે નિમિત્તે તૈયાર થયેલા અભ્યાસલેખો અહીં સંગ્રહિત કરવામાં આવ્યા છે. (ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી વિવેચનાત્મક પુસ્તક તરીકે દ્વિતીય ઈનામ)

૧૧. રૂપશાસ્ત્ર: એક પરિચય/ Rupshastra: Ek Parichay
અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૦૭
પ.૪/દેસાઈ/71547
આ પુસ્તક “રૂપશાસ્ત્ર” વિષે એટલે કે શબ્દના બંધારણ વિષે છે. અનુસ્નાતક કક્ષાએ શીખવાતા ભાષાશાસ્ત્ર વિષયમાં રૂપશાસ્ત્રના અભ્યાસક્રમને લક્ષમાં રાખીને રૂપશાસ્ત્રનો વર્ણનાત્મક સમ્યક્ પરિચય કરાવતું પુસ્તક છે.

૧૨. આંબવું આભને : ને ભ્રમ ભાંગવો વિકલાંગતા વિશેનો / Ambavun Aabhne : ne Bhram Bhangavo Vikalangta Visheno
કલકત્તા, ત્રિનયની, ૨૦૧૧
They are not disabled but differently abled – તે દર્શાવતી પુસ્તિકા.

૧૩. ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ/ Gujarati Vyakarananan Baso Varsh
અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૪
પ.૫/દેસાઈ/77314
આ પુસ્તકમાં ઈ.સ. ૧૮૦૮થી ગુજરાતીમાં તથા અંગ્રેજીમાં લખાયેલા પહેલા વ્યાકરણથી લઈને ઈ.સ. ૨૦૦૬ સુધીનાં વ્યાકરણોનો સમીક્ષિત અભ્યાસ છે. છેલ્લાં બસો વર્ષમાં લખાયેલાં મહત્વનાં જુદાંજુદાં વ્યાકરણોમાં દેખાતી ગુજરાતી ભાષાની લાક્ષણિકતાનો ચિતાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

૧૪. ગુજરાતી ભાષાનાં અનુરણનો/Gujarati Bhashanan Anuranano
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૧૬
પ.૪/દેસાઈ/80774
ભાષાના અમુક શબ્દો તેમનો જે અર્થ હોય તેના જેવા જ સંભળાતા હોય છે. જેમ કે: ધડામ, સનનન વગેરે. આવા શબ્દો અનુરણનાત્મક કહેવાય. ઊર્મિબહેને આવા શબ્દો ભેગાં કરીને તેમનો વ્યવસ્થિત અભ્યાસ કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. ઉપરાંત દરેક અનુરણન શબ્દનો ગુજરાતી અર્થ આપવામાં આવ્યો છે.

૧૫. વાતમેળો / ઘનશ્યામ દેસાઈ / Vaatmelo / Ghanshyam Desai. સંકલન – ઊર્મિ ઘનશ્યામ દેસાઈ / Compiled by Urmi Ghanshyam Desai
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૧૮
(ય.૨/દેસાઈ/વાત/86732)
વાતમેળો સંચયમાં ઘનશ્યામ દેસાઈના “ટોળું” અને “બંધ બારણાં” એ બંને સંગ્રહોની વાર્તાઓનું સંકલન તથા તેમણે વિવિધ મુલાકાતોમાં કરેલી વાતો છે. ઘનશ્યામ દેસાઈની સમગ્ર વાર્તાસૃષ્ટિ અને તેમની રચનાપ્રક્રિયા સમજવાની તક પૂરી પાડે એવું ઊર્મિબહેન દ્વારા કરાયેલું સંકલન.

૧૬. આનંદની ધૂણી ધખાવી બેઠેલો સાધુ : ઘનશ્યામ દેસાઈ સ્મૃતિગ્રંથ / Anandni Dhooni Dhakhavi Bethelo Sadhu : Ghanshyam Desai Smruti Granth. સંપાદક – ઊર્મિ ઘનશ્યામ દેસાઈ, દીપક દોશી
મુંબઈ, ભારતીય વિદ્યા ભવન, ૨૦૧૮
(જ્ઞ.૭/દેસાઈ/83612)
ઘનશ્યામ દેસાઈના જીવન અને કવનને આવરી લેતો સ્મૃતિ ગ્રંથ. એમાં વ્યક્તિ ઘનશ્યામ, સંપાદક ઘનશ્યામ, સર્જક ઘનશ્યામ, મિત્ર ઘનશ્યામ, એમ ઘનશ્યામ દેસાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતો ગ્રંથ.

૧૭. ભાષાકીય પરિવર્તન / Bhashakiya Parivartan
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૧૯
પ.૧/દેસાઈ/85538
કોઈ પણ સમાજમાં વપરાતી ભાષા હંમેશાં જેવી હોય તેવી જ, તેના તે જ સ્વરૂપે જળવાઈ રહેતી નથી. ભાષાઓમાં શું શું બદલાય છે, કઈ રીતે બદલાય છે, શા માટે બદલાય છે, ભાષાનાં વિવિધ પાસાંમાં કેવા ફેરફાર, કઈ રીતે થાય છે તેનો અભ્યાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

૧૮. ગુજરાતી ભાષાનું ભાષાકીય બંધારણ/ Gujarati Bhashanun Bhashakiya Bandharan
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૨૧
પ.૧/દેસાઈ/87320
જેમાં સાહિત્ય રચાતું હોય છે અને શિક્ષણકાર્યમાં તેનો વપરાશ થતો હોય છે એવી શિષ્ટ ગુજરાતી ભાષાના ભાષાકીય સંરચનાત્મક બંધારણનો પરિચય આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.

૧૯. “ભારતીય-આર્ય” નું સંચરણ/ Bharatiya Ary Nun Sancharan
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૨૨
પ.૧/દેસાઈ/87319
‘ભારતીય આર્ય’ સંજ્ઞા આ પુસ્તકમાં ભારતીય-આર્ય ભાષા અને એ ભાષા બોલતી પ્રજા બંનેને આવરે છે. ભારતીય આર્યના સંચરણની સાંસ્કૃતિક અસરનું અને તે કાળની લાક્ષણિકતા પરિભાષિત કરી તેનું વર્ણન કરવું તે આ પુસ્તકનો હેતુ છે.

૨૦. લેખ સંચય: ઊર્મિ દેસાઈ / સંપાદન: હેતલ બારોટ, મંજુલા છેડા/ Lekh Sanchay: Urmi Desai / editors: Hetal Barot, Manjula Chheda
મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨૨
પ.૫/દેસાઈ/87249
આ પુસ્તક ઊર્મિ દેસાઈના ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્ર પરનાં ભાષણો અને લેખોનો સંગ્રહ છે. ઊર્મિ દેસાઈ જેવા તજ્જ્ઞ ભાષા વૈજ્ઞાનિકના ગુજરાતી ભાષાના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ અને સંશોધન કરનાર દરેકને ઉપયોગી થઈ રહે એવું પુસ્તક.

૨૧. ગુજરાતી ભાષાનું અદ્યતન વ્યાકરણ / Gujarati Bhashanu Adyatan Vyakaran
અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૨૪
બી.એ. અને બી.એડ. ના વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે એવું સર્વાંગી વ્યાકરણ સરળ રીતે રજૂ કરતું અને શિક્ષણાત્મક જરૂરિયાત પૂરી પાડે એવું પુસ્તક.

૨૨. ભાષા અને વર્ણનાત્મક ભાષાશાસ્ત્ર / Bhasha ane Varnanatmak Bhashashastra
અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૨૫
ભાષાશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ભાષાશાસ્ત્રના મૂળભૂત પાયાના સિદ્ધાંતોનો પરિચય કરાવતું અને વિવિધ વિદ્વાનોએ શોધી કાઢેલા સિદ્ધાંતોને એમ. એ. અને પીએચ. ડી. ના વિદ્યાર્થીઓ માટે સુલભ કરી આપતું પુસ્તક.

આ ઉપરાંત,
  • પુરાતન કથા ત્રિવેણીનો પરિચય (પ્રેસમાં)
  • પ્રેરકતા – કંઈક વિશેષ (પ્રકાશન માટે તૈયાર)
  • ભાષાવિજ્ઞાનનો પારિભાષિક કોશ ((પ્રકાશન માટે તૈયાર)
  • અ. અંગ્રેજીમાંથી ગુજરાતી
  • બ. ગુજરાતીમાંથી અંગ્રેજી